લગ્ન પ્રસંગ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાના સરળ સ્ટેપ

કોવીડ-19ની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી, રાજ્યમાં આગામી સમયમાં યોજાનાર લગ્નો માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રાજ્ય સરકાર દ્વારા ફરજીયાત કરવામાં આવેલ છે. આ બાબતે નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા ઓનલાઇન રજીસ્ટ્રેશન ફોર ઓર્ગેનાઈઝીંગ મેરેજ ફંક્શનનું એક સોફ્ટવેર તૈયાર કરવામાં આવેલ છે. જેને ડિજિટલ ગુજરાત પોર્ટલ (www.digitalgujarat.gov.in) પર કાર્યરત કરવામાં આવેલ છે.

આ અંતર્ગત અરજદારે લગ્ન સમારંભ યોજવા માટે આ પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. અરજી કર્યા બાદ અરજદાર રજિસ્ટ્રેશન સ્લીપની પ્રિન્ટ લઇ શકે છે. અને PDF સેવ કરી શકે છે. જો કોઇ પોલીસ અધિકારી કે સ્થાનિક વહીવટીતંત્રના અધિકારી/ કર્મચારી અરજદાર પાસે રજિસ્ટ્રેશન સ્લીપની માંગણી કરે તો તે અરજદારે રજૂ કરવાની રહેશે. ગુજરાતના રાજયપાલના હુકમથી દરેક જિલ્લા કલેક્ટરો દ્વારા આ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

You may also Like   High Court of Gujarat Recruitment for the post of Computer Operator (IT Cell)

લગ્ન પ્રસંગ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાના સ્ટેપ આ પ્રમાણે અનુસરી શકાશે

સ્ટેપ 1
www.digitalgujarat.gov.in ઓનલાઇન એપ્લાય કરવા માટે સૌ પ્રથમ પોતાનું એકાઉન્ટ બનાવી લોગ ઈન કરવું ફરજીયાત છે. ત્યારબાદ જ આગળની પ્રક્રિયા થશે.

સ્ટેપ 2
ત્યાર બાદ www.digitalgujarat.gov.in વેબસાઈટ પર સૌ પ્રથમ ‘સર્વિસ’નું ઓપ્શન આવશે. જેના પર ક્લિક કરતા સૌથી પહેલું ‘સીટીઝન સર્વિસ’નું ઓપ્શન આવશે.

સ્ટેપ 3
સીટીઝન સર્વિસના ઓપશન પર ક્લિક કરતા અલગ-અલગ સર્ટિફિકેટ માટે એપ્લાય કરી શકાય તેના ઓપશન આવશે. તે પૈકી એક ઓપ્શન ઓનલાઇન રજીસ્ટ્રેશન ફોર મેરેજ ફંક્શનનું છે.

You may also Like   High Court of Gujarat Recruitment for the post of Computer Operator (IT Cell)

સ્ટેપ 4
આ ઓપશન પર ક્લિક કરતા ફોર્મ ડાઉનલોડ કરી શકાશે. તેમાં જ પેમેન્ટની શરતો જાણી શકાશે. તેમજ છેલ્લે ઓનલાઇન એપ્લાયનું ઓપશન આવશે.

સ્ટેપ 5
અરજદારે મેરેજના આયોજન માટેનું પ્રૂફ અને એડ્રેસ પ્રૂફ આપવું પડશે. તેમજ અન્ય જરૂરી ડોક્યુમેન્ટની વિગત સાઈટ પર આપેલ છે.

https://www.digitalgujarat.gov.in/Citizen/ServiceDescription.aspx