Send Your Suggestion, Complaint, Question Paper, Study Material on info@marugujarat.org

Search

Apply Online

Gujarati Que3

GUJARATI QUESTION ANSWER

201 ભૂકંપના કારણે કચ્છમાં થઇને વહેતી સિંધુ નદીનો પ્રવાહ કયા વર્ષથી બદલાઇ ગયો? Ans: વર્ષ ૧૮૧૯

202 ‘ઠોઠ નિશાળિયો’ કોનું ઉપનામ છે? Ans: બકુલ ત્રિપાઠી

203 સામાન્ય અબાબીલ ગુજરાતમાં કયાંથી શિયાળો ગાળવા આવે છે? Ans: યુરોપ અને ઉત્તર એશિયાથી

204 ‘ટૂંકી વાર્તા એટલે તણખો’ આ વિધાન કોનું છે? Ans: ગૌરીશંકર ત્રિપાઠી

205 કવિ નર્મદને ‘આજીવન યોદ્ધો’ કહેનાર કોણ છે? Ans: વિશ્વનાથ ભટ્ટ

206 મધ્યકાલીન ગુજરાતી સાહિયમાં ‘આખ્યાન શિરોમણિ’ કોણ ગણાય છે ? Ans: પ્રેમાનંદ

207 ભૌગોલિક દૃષ્ટિએ કચ્છ અને સૌરાષ્ટ્ર કયા નામે ઓળખાય છે ? Ans: દ્વીપકલ્પીય ગુજરાત

208 સિદ્ધપુરનાં કયા સરોવર પાસે માતૃશ્રાદ્ધ કરવામાં આવે છે? Ans: બિંદુ સરોવર

209 ગુજરાત બહાર પૂજયશ્રી મોટાએ કયાં આશ્રમ સ્થાપ્યો હતો? Ans: કાવેરીને કાંઠે કુંભકોણમ્માં

210 ગુજરાતી ભાષાનાં જાણીતાં વિજ્ઞાન પાક્ષિક અને તેના પ્રકાશકનું નામ જણાવો. Ans: સફારી – નગેન્દ્ર વિજય

211 ગુજરાતના કયા શહેરમાં શાહઆલમ સાહેબનો પ્રસિદ્ધ ઉર્સ ભરાય છે? Ans: અમદાવાદ

212 ગુજરાતના કયા કવિને રાષ્ટ્રીય શાયરનું બિરૂદ મળ્યું છે ? Ans: ઝવેરચંદ મેઘાણી

213 ‘કાન્હડદે પ્રબંધ’નો મુખ્ય રસ કયો છે? Ans: વીર રસ

214 કયા જિલ્લામાં જેસોર રીંછનું અભયારણ્ય આવેલું છે ? Ans: બનાસકાંઠા

215 દાઉદી વોરાઓનું ઉત્તર ગુજરાતમાં આવેલું તીર્થસ્થળ કયું છે ? Ans: દેલમાલ

216 પંચાયતોના સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર દ્વારા કઇ યોજના કાર્યરત છે? Ans: તીર્થગ્રામ યોજના

217 સ્થાપત્યનો ઉત્તમ નમૂનો એવો અમદાવાદનો ભદ્રનો કિલ્લો બાંધવામાં કેટલા વર્ષ લાગ્યા હતા? Ans: ૭ વર્ષ

218 ગુજરાતી સાહિત્યમાં ‘ભવાઈસંગ્રહ’ નામનો ગ્રંથ કોણે સંપાદિત કર્યો છે ? Ans: મહિપતરામ નીલકંઠ

219 કાંકરાપાર બંધ કઇ નદી પર આવેલો છે ? Ans: તાપી

220 ગુજરાતનું કયું શહેર જૈન કળાના તૈલચિત્રોનું મુખ્ય કેન્દ્ર ગણવામાં આવે છે? Ans: પાટણ

221 ‘જયાં જયાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ – આ પ્રસિદ્ધ કાવ્ય કોણે રચ્યું છે? Ans: અરદેશર ખબરદાર

222 ગુજરાતમાં લાલ રંગનો ડોલેમાઇટ આરસ કયાં મળે છે ? Ans: છુછાપુરા

223 ગુજરાત રાજય દ્વારા એનાયત કરવામાં આવતો સર્વોચ્ચ પુરસ્કાર કયો છે? Ans: ગુજરાત ગૌરવ પુરસ્કાર

224 ગુજરાતની સૌપ્રથમ લૉ યુનિવર્સીટી કયાં આવેલી છે? Ans: ગાંધીનગર

225 ગુજરાતમાં કન્યાઓ માટેની સૌપ્રથમ પોલિટેકનિકની શરૂઆત કયાં થઇ હતી? Ans: અમદાવાદ – ૧૯૬૪

226 સોલંકી વંશના પ્રથમ શાસકનું નામ જણાવો. Ans: મૂળરાજ સોલંકી

227 ‘મૂછાળી મા’ નામે ઓળખાતા ગુજરાતી બાળસાહિત્યકારનું નામ આપો. Ans: ગિજુભાઇ બધેકા

228 કયું સ્થાપત્ય ‘અમદાવાદનું રત્ન’ તરીકે ઓળખાય છે? Ans: રાણી સિપ્રીની મસ્જિદ

229 ‘પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા’ – જેવા જાણીતા ગીતનાં રચયિતા કોણ છે ? Ans: હરિન્દ્ર દવે

230 પશ્ચિમ ગુજરાતના સૌથી વધુ જૂના ખડકો કયા સમયના છે ? Ans: પ્રિ-કેમ્બ્રિયન

231 સાબરમતી નદીની કાંઠે કયા મહાન ભારતીય ઋષિએ અસ્થિ ત્યાગ કર્યો હતો? Ans: દધિચી

232 ગુજરાતની કઇ જાણીતી હોટલમાં પિત્તળના વાસણોનું સંગ્રહસ્થાન બનાવવામાં આવ્યું છે? Ans: વિશાલા હોટલ-અમદાવાદ

233 પ્રથમ ગુજરાતી શાળા કયાં અને કયારે શરૂ થઈ? Ans: સુરત – ઈ.સ. ૧૮૩૬

234 અડાલજની વાવની લંબાઇ કેટલી છે ? Ans: ૮૪ મીટર

235 ખંડકાવ્યનું સર્જન સૌપ્રથમ કોણે કર્યું હોવાનું મનાય છે? Ans: કવિ કાન્ત

236 આત્મ ઓઢે અને અગન પછેડીના દિગ્દર્શક કોણ હતા ? Ans: કાંતિ મડીયા

237 ગુજરાતમાં બાજરીનું સૌથી વધુ વાવેતર અને ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ? Ans: બનાસકાંઠા

238 કઇ સાલમાં ભયાનક પૂર આવવાને કારણે લોથલનો વિનાશ થયો હોવાનું મનાય છે? Ans: ઇ.સ. પૂર્વે ૧૯૦૦ આસપાસ

239 દક્ષિણ ગુજરાતમાં આદિવાસીઓને સામાજિક અને શિક્ષણ ક્ષેત્રે આગળ લાવવામાં કયા ગાંધીવાદી કાર્યકરનો બહુમૂલ્ય ફાળો છે? Ans: જુગતરામ દવે

240 હડ્ડપીય સંસ્કૃતિએ દુનિયાને આપેલી બે વિશેષ ભેટ જણાવો. Ans: નગર આયોજન અને ગટર વ્યવસ્થા

241 અડાલજનું પ્રાચીન નામ શું છે? Ans: ગઢ પાટણ

242 કચ્છનું કયું સ્થળ બ્લોક પ્રિન્ટિગ માટે જાણીતું છે? Ans: ધામણકા

243 મા ખોડિયારના નામ પરથી કઈ નદી ઉપર બંધ બાંધવામાં આવ્યો છે ? Ans: શેત્રુંજી

244 ગુજરાતમાં જામનગર નજીક સૈનિક શાળા કયાં આવેલી છે? Ans: બાલાછડી

245 ભરવાડ સ્ત્રી-પુરુષો ઢોલના તાલે ઠેકડા મારી સામસામા રમે છે તે નૃત્ય કયું? Ans: હુડા

246 ગુજરાતમાં આવનારી પ્રથમ યુરોપિયન સત્તા કઇ હતી? Ans: પોર્ટુગીઝ

247 ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી કયાં આવેલી છે? Ans: ગાંધીનગર

248 સામવેદની કઈ શાખા આજે ગુજરાતમાં સચવાયેલી છે? Ans: કૌથુમિય

249 કયા સંતે બાંધેલી ઝૂંપડી સતાધારના નામથી પ્રખ્યાત બની? Ans: સંતશ્રી આપા ગીગા બાપુ

250 પન્નાલાલ પટેલની કઇ પ્રસિદ્ધ નવલકથાને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો છે? Ans: માનવીની ભવાઇ

251 સરદાર સરોવર યોજનાનો શિલાન્યાસ કયારે અને કોણે કર્યો હતો? Ans: ૧૯૬૧, પંડિત જવાહરલાલ નહેરુ

252 ગુજરાત ભારતમાં કઇ દિશાએ આવેલું છે? Ans: પશ્ચિમ

253 પ્રથમ ગુજરાતી ન્યાયમૂર્તિ કોણ હતાં? Ans: નાનાભાઈ હરિદાસ

254 ગુજરાતની પ્રથમ શારીરિક શિક્ષણની સંસ્થા કઇ છે? Ans: છોટુભાઇ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય

255 વૌઠાનો સુપ્રસિદ્ધ મેળો સાત નદીના સંગમસ્થાન પર યોજાય છે. ખારી, મેશ્વો, શેઢી, માઝમ, વાત્રક, હાથમતી ઉપરાંતની સાતમી નદી કઇ? Ans: સાબરમતી

256 નર્મદ રચિત સુપ્રસિદ્ધ કવિતા ‘જય જય ગરવી ગુજરાત…’ સૌપ્રથમ ગુજરાતી ભાષાના કયા શબ્દકોષમાં પ્રકાશિત થઇ હતી? Ans: નર્મકોશ

257 ગુજરાતની ભૌગોલિક સીમાઓનો વિસ્તાર કયા કુળનાં શાસનમાં સૌથી વધારે થયો? Ans: સોલંકી વંશ

258 સરદાર આવાસ યોજના કયારથી અમલમાં છે? Ans: ૧૯૭૨થી

259 જામનગરનો અજાયબ કિલ્લો કોણે અને કયારે બાંધ્યો? Ans: ઇ.સ. ૧૭૮૪ થી ૧૭૮૯ – દિવાન મેરામણ ખવાસ

260 કનૈયાલાલ મુનશી રચિત કાક અને મંજરી પાત્રો કઇ કૃતિમાં આવે છે? Ans: ગુજરાતનો નાથ

261 ગુજરાતના કયા લોકનૃત્યનું નામ સંસ્કૃત શબ્દ ‘ગર્ભદીપ’ પરથી ઉતરી આવ્યું છે? Ans: ગરબા

262 સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી કઇ છે ? Ans: ભાદર

263 શામળનું નોંધપાત્ર પ્રદાન કયા સાહિત્યપ્રકારમાં છે? Ans: પદ્યવાર્તા

264 સરદાર સરોવરનું પાણી ગુજરાતના કેટલા ગામો તથા શહેરોને મળે છે ? Ans: ૮૨૧૫ ગામો તથા ૧૩૫ શહેરો

265 ગુજરાતમાં કેટલા પક્ષી અભ્યારણ્યો આવેલાં છે? Ans: પાંચ

266 ડભોઇનો કિલ્લો કેટલો લાંબો અને કેટલો પહોળો છે ? Ans: એક હજાર વાર લાંબો અને આઠસો વાર પહોળો

267 ગુજરાતી સાહિત્યનો પ્રથમ વિવેચનગ્રંથ કયો ગણાય છે? Ans: નવલગ્રંથાવલિ

268 નર્મદની કવિતાનો એક વિશિષ્ટ વિષય કયો હતો? Ans: વતનપ્રેમ

269 ‘ઉદ્ધવગીતા’ અને ‘સતીગીતા’ કૃતિઓ કોની છે ? Ans: મુકતાનંદ સ્વામી

270 ગંગાસતીની પુત્રવધૂનું નામ શું હતું ? Ans: પાનબાઈ

271 ગાંધીજી કોને પોતાનો પાંચમો પુત્ર ગણતા? Ans: જમનાલાલ બજાજ

272 શિકાગો ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ફિલ્મ ફેસ્ટીવલ – ૨૦૦૯-૨૦૧૦માં કઇ ગુજરાતી ફિલ્મને ઇનામ મળ્યું ? Ans: હારૂન – અરૂન

273 સંસ્કૃત અલંકાર શાસ્ત્રનો સુપ્રસિદ્ધ ગ્રંથ ‘કાવ્ય-મીમાંસા’ કયાં સચવાયેલો છે? Ans: શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાન ભંડાર, પાટણ

274 કઇ યોજના દ્વારા ગુજરાતમાં મહત્તમ ગ્રામવિકાસ થયો છે ? Ans: ગોકુલગ્રામ યોજના

275 પ્રસિદ્ધ સાહિત્યકાર મણિલાલ નભુભાઈ દ્વિવેદીનો જન્મ કયાં થયો હતો ? Ans: નડિયાદ

276 મહાત્મા ગાંધીની આત્મકથાનું નામ શું છે? Ans: સત્યના પ્રયોગો

277 ‘નળાખ્યાન’ની રચનામાં મુખ્ય રસ કયો છે? Ans: શૃંગારરસ

278 મજૂર મહાજન સંઘની સ્થાપના કોણે કરી હતી? Ans: મહાત્મા ગાંધી

279 મોઢેરાનું સૂર્યમંદિર કયા રાજાના શાસનકાળ દરમ્યાન બાંધવામાં આવ્યું હતું ? Ans: રાજા ભીમદેવ પહેલો

280 હાઇકુનું અક્ષરબંધારણ શું હોય છે? Ans: ૫ ૭ ૫

281 ગુજરાતના કયા જિલ્લામાં સાગ પુષ્કળ પ્રમાણમાં થાય છે ? Ans: ડાંગ

282 હિંદુ-મુસ્લિમ એકતાના જ્યોર્તિધર સંત કબીરના નામથી ઓળખાતો કબીરવડ કયા જીલ્લામાં આવેલો છે? Ans: ભરૂચ

283 નારાયણ સરોવરની પાસે કયું જૈન તીર્થ આવેલું છે? Ans: શંખેશ્વર

284 જગપ્રસિદ્ધ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના આદ્યસ્થાપક કોણ હતા? Ans: ધીરુભાઈ અંબાણી

285 આબુમાં આદિનાથનું આરસમંદિર કોણે બંધાવ્યુ હતું? Ans: વિમલ મંત્રી

286 નર્મદા નદીનું બીજું નામ શું છે ? Ans: રેવા

287 કઇ ગુજરાતી મહિલા કર્ણાટકના રાજયપાલ બન્યા હતા? Ans: કુમુદબેન જોષી

288 સુરત પાસે કયો દરિયાકિનારો પ્રખ્યાત છે ? Ans: ડુમ્મસ

289 સૌ પ્રથમ ‘ગુજરાતી ભાષા’ એવો શબ્દ પ્રયોગ કયા કવિએ કર્યો છે? Ans: પ્રેમાનંદ

290 ગુજરાતની ઘોરીનસ તરીકે ઓળખાતો રાષ્ટ્રીય રાજમાર્ગ કયો છે? Ans: રાષ્ટ્રીય રાજમાર્ગ નં. ૮

291 કવિ કાન્તનું મૂળ નામ શું હતું? Ans: મણીશંકર રત્નજી ભટ્ટ

292 ‘ભાષાને શું વળગે ભૂર’ – એવું કોણે કહ્યું છે ? Ans: જ્ઞાની કવિ અખો

293 ગુજરાતી લોકસાહિત્યના વિસ્તાર માટે કઈ કોમનો સિંહફાળો છે ? Ans: ભાટચારણ

294 માઢેરાનું સૂર્યમંદિર કોણે બનાવડાવ્યું? Ans: ભીમદેવ પહેલો

295 પ્રકૃતિ શિક્ષણ માટે જાણીતું હિંગોળગઢ અભિયારણ્ય કયાં આવેલું છે ? Ans: જસદણ

296 કવિ ભાલણનું મૂળ નામ શું હતું? Ans: પુરષોત્તમ ત્રિવેદી

297 સાહિત્યકાર બળવંતરાય ક. ઠાકોરનો જન્મ કયાં થયો હતો ? Ans: ભરૂચ

298 નર્મદે કઇ સાહિત્યિક સંસ્થાની સ્થાપના કરી હતી? Ans: બુદ્ધિવર્ધકસભા

299 ‘જનનીની જોડ સખી નહ જડે રે લોલ’ના રયચિતા કોણ છે? Ans: દામોદર બોટાદકર

300 ગુજરાતની કઇ ચેસ ખેલાડી સૌ પ્રથમ વુમન ઇન્ટરનેશનલ માસ્ટર્સની પ્રતિયોગિતા જીતી હતી ? Ans: ધ્યાની દવે


Stay connected to Maru Gujarat for daily job updates
Maru Gujarat © 2015